letest

Thursday, August 21, 2014

BLOને હવેથી ૩૦૦૦ને બદલે પ હજારનું ભથ્થું મળશેઃ અનેક માંગણીઓ સ્વીકારાઇ

ચૂંટણીની કામગીરી કરતા BLOને હવેથી ૩૦૦૦ને બદલે પ હજારનું ભથ્થું મળશેઃ અનેક માંગણીઓ સ્વીકારાઇ
હાઇકોર્ટમાં એફીડેવીટ ફાઇલ કરતું ચૂંટણી પંચઃ રજામાં ફરજ બદલ વળતર રજા મળશેઃ મીટીંગમાં હાજર ન રહી શકનાર સાંભળ્યા વગર નોટીસ કે પગલા નહી લઇ શકાય...
ચૂંટણી પંચની કામગીરી માટે દરેક સરકારી કચેરીઓમાંથી બૂથ લેવલ ઓફીસર (બીએલઓ) ની પસંદગી થાય છે, પરંતુ તેમાં અનેક વખત અન્યાય થતો હોય, આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં બીએલઓ ના જુથ દ્વારા હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવેલ, લાંબી દલીલો લડત બાદ ચૂંટણીપંચ દ્વારા એફીડેવીટ કરી અનેક મહત્વની માંગણીઓ સ્વીકારાઇ હોવાનું બીએલઓ અગ્રણી દિનેશભાઇ સદાવિયા ની એક યાદીમાં ખાસ ઉમેરાયું છે.
મુજબની માગણી સ્વીકારવામાં આવેલ છે. ચુંટણીપંચ દ્વારા જે માંગણીઓ સ્વીકારાઇ તેમાં

(૧) બી.એલ.ઓ.ની કામગીરી રોટેશન પધ્ધતિથી દર ત્રણ વર્ષે બદલવામાં આવશે.

(ર) બી.એલ.ઓ. તરીકેની નિમણુંક કર્મચારી જે ભાગના મતદાર હોય તે જ ભાગમાં કરવી.

(૩) બી.એલ.ઓ.ની કામગીરી તમામ કેડરના (વિભાગ)કર્મચારીઓને ફાળવવી

(૪) બી.એલ.ઓ. કર્મચારીની નિવૃતિને બે વર્ષ બાકી હોય તે સમયથી મુકત કરવા.

(પ)બી.એલ.ઓ. ઓનું મહેનતાણું રૂ. ૩૦૦૦/- થી સુધારીને રૂ. પ૦૦૦/- કરવામાં આવેલ છે. આ ઉપરાંત

(૬) બી.એલ.ઓ. તરીકે મહિલા કર્મચારીની નિમણુંક અનિવાર્ય સંજોગોમાં જ કરવી. જયાં સુધી પુરૂષ કર્મચારી ઉપલબ્ધ હોય ત્યાં સુધી મહિલા કર્મચારીની બી.એલ.ઓ.તરીકે નિમણુંક કરવી નહી.

(૭) કોઇપણ સંજોગોમાં સંવેદનશીલ બુથ ધરાવતા વિસ્તારમાં મહિલા કર્મચારીની નિમણુંક કરવી નહીં.નો સમાવેશ થાય છે. આ ઉપરાંત

(૮) બી.એલ.ઓ. તરીકેફરજ પર કે મીટીંગમાં હાજર ન રહી શકેલ હોય તો તેમની વાજબી રજુઆત સાંભળ્યા વિના નોટીસ / વોરંટ / પોલીસ કેસ/આર.પી.એકટ હેઠળ પગલા ભરવાની ચેતવણી આપવી નહીં.

(૯) બી.એલ.ઓ. તરીકે નિમણુંક પામેલા શિક્ષકોને શૈક્ષણિક સમય દરમિયાન મીટીંગમાં સ્ટેશનરી લેવા કે ચૂંટણી સંબંધી અન્ય કામ માટે બોલાવવા નહિં.

(૧૦) બી.એલ.ઓ. રજાના દિવસે ફરજ બજાવવા બદલ મળવા પાત્ર વળતર રજા આપવી.

(૧૧) બી.એલ.ઓ.ની વ્યાજબી માંગણીઓ/રજુઆતો તેમને પડતી મુશ્કેલીઓ સહાનુભૂતિ પૂર્વક સાંભળવી, યોગ્ય વ્યવસ્થા કરવી.

No comments:

Post a Comment