letest

Monday, October 13, 2014

રાજયમાં મહેસુલ તલાટી ભરતી મામલે વધૂ એક છબરડો સામે આવ્યો છ

રાજયમાં મહેસુલ તલાટી ભરતી મામલે વધૂ
એક છબરડો સામે આવ્યો છે. 16
ફેબ્રુઆરી ના રોજ લેવાયેલ પરિક્ષાનુ
પરિણામ કલ્યાણસિંહ ચંપાવતના કૌભાડ
બાદ આઠ મહિના લાંબા સંમય બાદ આવ્યુ.
પરંતુ આ પરિણામ પણ રાજયના મહેસુલ
વિભાગ દ્રારા અનેક છબરડાઓ
કરવામાં આવ્યા છે.જે 8456
ઉમેદવારોની કામચલાવ યાદી જોહેર
કરવામાં આવી છે તેના કટઓફ ગુણ એ 35
રાખવામાં આવ્યા છે.તેમ છતા તેના વધુ
ગુણ ધરાવતા વિધાથીઓના નામ
કામચલાઉ
યાદીમા નથી.વળી વિધવા અનામત
કેટેગરીમાં પણ પુરૂષો નામને પણ
દર્શાવવામાં આવ્યા છે.
આઠ દિવસના બદલે જે પરીક્ષાનું રીઝલ્ટ
આઠ મહિના પછી જાહેર કરવામાં આવ્યું
તેમાં પણ ગુજરાત સરકારે ગંભીર
છબરડા કર્યા હોવાની વિગતો સામે
આવી છે. આ ભૂલો એટલી બધી ગંભીર છે કે
કોઈ પણ પરીક્ષાર્થી હવે
પછી ગુજરાતમાં લેવાતી સરકારી નોકરીઓ
માટેની પરીક્ષાની પદ્ધતિ પર
કદાપી વિશ્વાસ મૂકી શકશે નહીં.
તલાટીની પરીક્ષાના રીઝલ્ટમાં સૌથી મોટો છબરડો એ
બહાર આવ્યો છે કે, પાસ
થયેલી વિધવા મહિલાઓની યાદીમાં ગુજરાત
સરકારના મહેસૂલ વિભાગે પુરુષોને પણ
સમાવી લીધા છે. જેમાં સ્પષ્ટ લખેલું છે કે
પાસ થયેલી વિધવા મહિલાઓની યાદી.
મહેસૂલ વિભાગે પાસ
થયેલી વિધવા મહિલાઓની યાદીમાં આઠ
પુરુષોનાં નામ પણ સમાવ્યાં છે. આઠેય
યુવાનો જો વિધુર હોય એવું માની લઈએ
તો પણ
પરીક્ષાના જાહેરનામામાં એવો ક્યાંય
ઉલ્લેખ નથી કે વિધુરોને પણ
અનામતનો લાભ મળશે.
બીજો ગંભીર છબરડો એ સામે આવ્યો છે કે
તલાટીની પરીક્ષાના જાહેરનામા મુજબ જે
કોઈ પણ
ઉમેદવારની ભરતી કરવામાં આવનાર છે તે
તમામ ઉમેદવારોને
તલાટીની પરીક્ષામાં મળેલા ગુણને આધારે
જ પસંદ કરવાના છે. આમ છતાં અનેક
ઉમેદવારોએ ફરિયાદ કરી છે કે કટ ઓફ
માર્કસ 35 રાખવા છતાં તેનાથી વધારે ગુણ
મેળવેલા ઉમેદવારોનું નામ
યાદીમાં સમાવવામાં આવ્યું નથી.
સૌથી મોટી વાત એ છે કે મહેસૂલ વિભાગ
ગુજરાતનાં પ્રથમ
મહિલા મુખ્યમંત્રી આનંદીબહેનના હાથ
નીચે છે તેમ છતાં મહેસૂલ વિભાગ
દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષાના રીઝલ્ટમાં માફ
ન કરી શકાય તેવી ગંભીર ભૂલો સામે
આવી છે.શરૂઆતથી તલાટી કમ
મંત્રીની પરીક્ષા વિવાદમાં રહી છે. આ
પરીક્ષાનું રીઝલ્ટ માત્ર આઠ
દિવસમાં જાહેર કરી દેવાનું હતું તેના એક
દિવસ પહેલાં જ તલાટી ભરતીનું કૌભાંડ
બહાર આવતાં પરિણામ મોકૂફ રહ્યું હતું. હવે
જ્યારે આઠ મહિના પછી પરીક્ષાનું રીઝલ્ટ
બહાર આવ્યું છે ત્યારે ફરીથી તેમાં ગંભીર
ભૂલો થઈ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
ગુજરાત સરકારની વેબસાઇટ પર
મૂકાયેલા તલાટી ભરતીના પરીણામના પુરાવા કહી રહ્યા છે
કે દાળમાં ફરી વાર કંઈક કાળું છે અને અનેક
ઉમેદવારોએ ગુજરાત સરકારની નિયત પર
સવાલ ઊઠાવ્યા છે. ઉમેદવારોની માગ છે કે
જો આ પરિણામ રદ કરીને
ફરીથી પરીક્ષા લેવામાં નહીં આવે તો તેઓ
હાઈકોર્ટના દરવાજા ખખડાવશે.

No comments:

Post a Comment